|
દાલરી
|
|
કર્તા : એમ. વી. મેકવાન
|
|
૧
|
આ કાલવરી કેમ રંગાયેલી રક્તરંગે ?
|
|
થંભે મર્યો કોણ ? વીંધાયેલો અંગ અંગે ?
|
|
રે, ખ્રિસ્ત એ તો દીધો પ્રાણ આ વિશ્વ કાજે !
|
|
રંગાય આ દિલ એ પ્રેમથી મુજ આજે !
|
|
૨
|
એ કાલવરીની બની મેજ કૃપામયી આ !
|
|
કૃપાસને હામથી આજ અવાય, આહા !
|
|
આવી મહા પ્રેમ સ્મરું, પ્રભો, મેજ પાસે,
|
|
લાવી હૃદે ક્ષેમ ધારું, કૃપાની જ આશે.
|
|
૩
|
સંસ્કાર આ પાળતાં પ્રેમ ને રે'મ તું દે,
|
|
સૌ દોષને ટાળતાં દેવ, આશિષ તું દે.
|
|
ખાતાં સ્મરું રોટલી જીવતી તુજ, ત્રાતા,
|
|
પીતાં સ્મરું રક્ત તારું વહ્યું ત્રાણદાતા.
|
|
૪
|
"આ રોટલી ખ્રિસ્તના અંગનો સંગ દે છે !
|
|
આશિષનો વાટકો રક્તમિલાપ દે છે !"
|
|
રે, ખ્રિસ્તને ખાય પીએ સદા તે જીવે છે !
|
|
જે ખાય પીએ નહિ તે સદા મૃત રે' છે !
|
|
૫
|
હે સર્વ મિત્રો, તમે સ્વર્ગી આ અન્ન ખાઓ,
|
|
હે પ્રિય મિત્રો, પીઓ ને અતિ તૃપ્ત થાઓ.
|
|
પામો ક્ષમા રક્તના દિવ્ય નવા કરારે !
|
|
વામો સહુ પાપ, ત્રાતા જ દે ત્રાણ ભારે !
|