207

From Bhajan Sangrah
Revision as of 02:09, 4 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૦૭ - દેવ, રેડ આત્મા== {| |+૨૦૭ - દેવ, રેડ આત્મા |- | |માદરી |- |કર્તા: |જે.વી. એસ. ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૦૭ - દેવ, રેડ આત્મા

૨૦૭ - દેવ, રેડ આત્મા
માદરી
કર્તા: જે.વી. એસ. ટેલર
દેવ, રેડ આતમા,
દોષ જાય દિલનો જવાય ખ્રિસ્ત રાજમાં.
દુનિયાઈ વાતમાં, આતમિક જ્ઞાનમાં,
ખ્રિસ્ત માન, ખ્રિસ્ત નામ દીપશે સ્વઠામમાં.
માગનારને કદી
દેવ કાઢતો નથી, સુણે વિનંતી તે બધી;
માગનારની કદી, માગણી જશે રદી?
ના, દયા ભરેલ દેવ, તું થવા ન દે કદી.
આતમા વિના અમે
આંધળાં છીએ બધાં, સુખી ન સર્વ કો સમે;
જેમ આંધળાં ભમે, તેમ તો બધાં અમે.
અંધકાર પાપનો કુમાર્ગ સર્વદા ગમે.
રેડ આત્મા ધણી,
ઉરમાં પ્રકાશ પાડ, જાય રાત પાપની;
જોઈ ખ્રિસ્તની ભણી, તાર પાપથી, ધણી,
એ જ ટૂંક પ્રાર્થના કબૂલ રાખ દાસની.