377

From Bhajan Sangrah
Revision as of 19:39, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૭૭ - પ્રભુ ખ્રિસ્તની સેવા == {| |+૩૭૭ - પ્રભુ ખ્રિસ્તની સેવા |- |૧ |સેવ ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૭૭ - પ્રભુ ખ્રિસ્તની સેવા

૩૭૭ - પ્રભુ ખ્રિસ્તની સેવા
સેવ કરો પ્રભુ ઈશ તણી, સહુ સેવ કરો;
સેવ કરો, સહુ સંત તમો, નહિ થાક ધરો.
ખ્રિસ્ત તણી સત સેવ કરો બહુ હર્ષ થકી;
સેવ કરો, પ્રભુ રે'જ સદા તમ પાસ નકી.
પ્રૌઢ તથા સહુ બાલ્ય, તમો શુભ સેવ કરો;
ભાવ થકી સત સેવ તણો દૃઢ પંથ ધરો.
માન્ય કરે પ્રભુ સેવ સદા અતિ હેત થકી;
સેવકનું પ્રભુ ત્રાણ કરે પરિપૂર્ણ નકી.
સેવક પૂર્ણ પસંદ થશે પ્રભુ પાસ સદા;
પાપ તણો પરિહાર થયે અઘ દૂર બધા.
માન્ય કરે સત સેવ સદા, પ્રભુ માન્ય કરે;
ભૂલ અને સહુ ચૂક ખમી અઘ દૂર ધરે.
ખ્રિસ્ત કહે, મુજ સેવ વિષે બહુ હામ ધરો;
સેવ કરી મુજ સાહ્ય થકી ભવ પાર તરો.
આપ તણી, પ્રભુ, વાત બધી અતિ શુદ્ધ ખરી;
એ સત વાત ધરી ભજીએ પરમાર્થ કરી.