૧
|
બદલાણ જિંદગીમાં કેવું અજબ થયું !
|
|
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો;
|
|
બહુ વારથી શોધતો'તો આવ્યું તે અજવાળું,
|
|
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
|
|
ટેક:
|
જે દિનથી ખ્રિસ્ત ઈસુ આવ્યો,
|
|
મુજ મનમાં નિત રહેવા આવ્યો;
|
|
આનંદ બહુ મન મારે રેલ જેવો વહેતો છે,
|
|
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
|
|
૨
|
ભટકવું બંધ થયું, મેળાપ છે પ્રભુ સાથ,
|
|
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો;
|
|
અગણિત પાપ મારાં માફ થયાં, ધન્ય વાત,
|
|
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
|
|
૩
|
હવે મોત કેરી ખીણ મારે થઈ પ્રકાશરૂપ,
|
|
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
|
|
સ્વર્ગની ભાગળ દેખાય, જ્યાં રહે છે ધન્ય ભૂપ,
|
|
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
|
|
૪
|
ત્યાં રહેવા જઈશ હું, વિશ્વાસથી જાણું છું,
|
|
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
|
|
આનંદ કરતાં ચાલું, સાથે રોજ છે પ્રભુ,
|
|
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
|