354

From Bhajan Sangrah
Revision as of 08:32, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૫૪ - પ્રભુ સાથે મેળાપ == {| |+૩૫૪ - પ્રભુ સાથે મેળાપ |- |૧ |મારા આકાશવાસી ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૫૪ - પ્રભુ સાથે મેળાપ

૩૫૪ - પ્રભુ સાથે મેળાપ
મારા આકાશવાસી બાપ, તારી સાથે દે મેળાપ;
પૂરના જેવું જીવન વહે, તારાં વચન સદા રહે;
દોલત, જગત, જીવન જાય, મળે પ્રેમ તો લાભ જ થાય.
મારો આત્મા રડે છે, ગુન્હા માન્ય કરે છે;
મારા મોટા છે દુર્ગુણ, ત્રાતા, દેજે તારું પુણ;
તારું શરણ મને આપ, ધોઈ નાખજે મારાં પાપ
જૂની ઈચ્છા લોપ થઈ જાય, નવી સારી ઈચ્છા થાય;
હે શુદ્ધાત્મા, ઊતરી આવ, મારું દિલ નવું સૃજાવ;
મને શુદ્ધ સંપૂર્ણ કર, મારે હ્રદે પ્રીતિ ભર.