168
૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ
ટેક: | મીઠી મીઠી તે પ્રીત, મેં ચાખી છે; | |
મારા પ્રભુ ઈસુની પ્રીત, પ્રીત મેં ચાખી છે. | ||
૧ | ગળી ગળી તે તો સાકર જેવી, | મને કર્યો છે આમંદિત. પ્રીત. |
૨ | તેની પ્રીતિ તો છે અમૃત જેવી, | મારું ઠારે કલેજું નિત. પ્રીત. |
૩ | મારી રુચિને તે બહુ ભાવે છે, | તેણે ચોર્યું છે મારું ચિત્ત. પ્રીત. |
૪ | મારા હૈયામાં તેનો વાસો છે, | એ તો પામી છે હું પર જીત. પ્રીત. |
૫ | મને સુખી ઘણો તે રાખે છે, | એવું સુખ ના આપે વિત્ત. પ્રીત. |
૬ | એની પ્રીતિ મધુરી છે ભારી, | હું તો પ્રીતિનાં ગાઉં ગીત. પ્રીત. |
Phonetic English
Tek: | Mithi mithi te preet, mein chaakhi che; | |
Maaraa prabhu Isuni preet, preet mein chaakhi che. | ||
1 | Gadi gadi te to saakar jevi, | Mane karyo che aamandit. Preet. |
2 | Teni priti to che amrut jevi, | Maaru thaare kaleju nit. Preet. |
3 | Maari ruchine te bahu bhaave che, | Tene choryu che maaru chitt. Preet. |
4 | Maaraa haiyaamaa teno vaaso che, | Ae to paami che hu par jeet. Preet. |
5 | Mane sukh ghano te raakhe che, | Aevu sukh naa aape vitt. Preet. |
6 | Aene priti madhuri che bhaari, | Hu to pritinaa gaau geet. Preet. |