રાગ :
|
ભૈરવી
|
કર્તા :
|
આર. કે. પાન્થ
|
૧
|
આસપાસ ભલી વૃક્ષલતા જ્યાં, ખ્રિસ્ત ગુરુવર ધ્યાન ધરે,
|
|
જેનું મન ઈશ્વરમાં મ્હાલે, જે મનવાંછિત પૂર્ણ કરે;
|
|
એવા સ્થાન વિશે માનવને, નૌતમ મીઠપ બોધ મળે,
|
|
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે !
|
૨
|
જ્યાં પરિશ્રમથી સ્વેદ રક્તનાં, વહી શ્વે પુલકે પુલકે,
|
|
જ્યાંથી પૂર્ણી પરાક્રમ પામે, સંતો અમી શાં અણખૂટયે;
|
|
શોણિતની એ ઝરતી ધારે, આશિષવૃષ્ટિ મળે મળે !
|
|
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે !
|
૩
|
સ્વર્ગભુવનનો રાજ વિધાયક, હ્યાં કંઈ કંઉ ઉર કષ્ટ કરે,
|
|
જેને ના કંઈ ખોટ કશાની, તે દીન મુખે દ્રવે અરે !
|
|
અનાદિ, અનંત, અમર, અધિષ્ઠાતા, પરાંગ થઈ પ્રભુતા પરહરે!
|
|
વૃથા ગયાં જીવન તે નરનાં, જેનાં હ્રદયો ના પલળે !
|
૪
|
"જાગૃત હો ઓ બાન્ધવ મારા ! અ છેલ્લી પળના ત્યજશો,"
|
|
"નિદ્રાથી શત્રુદળ સ્હામે, સ્થિર કદાના રહી શકશો;"
|
|
"દિવ્ય પિતાને સ્મરજો વ્હાલા ! તેનો આશરો પળે પળે,"
|
|
"વૃથા ગુમાવી અણમૂલી પળ, રડશોના જઈ સ્થળે સ્થળે!"
|