66

From Bhajan Sangrah
Revision as of 01:17, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૬૬ - પ્રભુ ઈસુનું ખાલી થવું== {| |+૬૬ - પ્રભુ ઈસુનું ખાલી થવું |- |રાગ : |બિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૬૬ - પ્રભુ ઈસુનું ખાલી થવું

૬૬ - પ્રભુ ઈસુનું ખાલી થવું
રાગ : બિહાગ
કર્તા : કા. મા. રત્નગ્રાહી
સ્વરનાયક તે દીના બાળક થઈ આવ્યો જગ માંહે દેહ ધરી;
નિજ વૈભવ સારો તમામ તજી, જગ ઉપર પ્રીતિ અનુપ કરી.
વસતો સુખદાયક ઠામ મહીં, પણ આંહી સૂતો એ ગભાણ મહીં;
પ્રતિમા ધરી માનવી ખાલી થયો, દીનતા ધરતાં જગકાજ અહીં.
ધનવાન છતાં નિરધન થયો, કરવા જગને ધનવાન બહુ;
મહા ઊંચ છતાં નીચાણ મહીં, કરવા ઊંચા દિલ માંહે ચહ્યું.