|
૮, ૮ ૬ સ્વરો
|
|
(ગીતશાસ્ત્ર ૧ ૧ ૬)
|
Tune :
|
Ariel
|
કર્તા :
|
જેમ્સ ગ્લાસગો
|
૧
|
મેં પ્રભુને કર્યો છે સાદ, ને તેણે દીધો આશીર્વાદ,
|
|
હું કરીશ તેની પ્રીત;
|
|
હા, તેણે મને ધર્યો કાન, એ માટે તેને દઈ માન,
|
|
હું ભજન કરીશ નિત.
|
૨
|
હું મોતથી થયો બહુ ભયભીત, પરલોકના ડરથી બહુ પીડિત,
|
|
ને દુ:ખથી બહુ લાચાર;
|
|
મેં કરી બહુ જ આરાધના, ને ઈશ્વરની બહુ પ્રાર્થના,
|
|
ઓ ઈશ્વર, મને તાર.
|
૩
|
ઓ મારા આત્મા, જે આરાામ, ઈશ્વર પમાડે છે ત પામ,
|
|
તે તો અપાર ઉદાર;
|
|
મરણથી મને તાર્યો છે, ને મારો શોક ઉતાર્યો છે,
|
|
ને સાધ્યો છે સુધાર.
|
૪
|
ઈશ્વરની મુજ પર ઘણી પ્રીત, ને આશિષો છે અગણિત,
|
|
હું માનું તેનો પાડ;
|
|
હું મુક્તિરૂપી વાટકો પીશ, ને પ્રભિ દેવનું નામ હું લઈશ,
|
|
તે ભયમાં થશે આડ.
|
૫
|
ને તેના લોકોના જાણતાં હું વાળીશ મારી માનતા,
|
|
જ્યાં તેનું શુદ્ધસ્થાન;
|
|
હા, તેનું શહેર યરુશાલેમ, ત્યાં સઘળું છે કુશળ ને ક્ષેમ,
|
|
ઈશ્વરનાં કરો ગાન.
|