43

From Bhajan Sangrah
Revision as of 21:20, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૪૩ – વિદાય થતી વખતે ગાવાનું ગીત== {| |+૪૩ – વિદાય થતી વખતે ગાવાનું ગીત |-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૩ – વિદાય થતી વખતે ગાવાનું ગીત

૪૩ – વિદાય થતી વખતે ગાવાનું ગીત
ત્રાતા, ફરીથી સ્તવીએ તારું આમ, યાદ કરી તારાં પરોપકારી કામ;
ઊભાં થઈ તુજને દઈએ ધન્યવાદ, ને શીશ નામીએ લેવા આશીર્વાદ.
ઘેર જતાં અમને તારી શાંતિ આપ, દિન પેઠે રાતમાં સાથે રહેજે, બાપ;
અહીં આવ્યાં છીએ ભજવા તારું નામ, દિલમાથી કાઢજે પાપ, લજ્જા તમામ.
હે પ્રભુ, શાંતિ દે જે આખી રાત, આ રાતને કાઢી કરજે સુપ્રભાત
તું અમને રાખજે જોખમ ને ભયહીન, કાંકે તને છે સરખાં રાત ને દિન.
તું શાંતિ દેજે, વીતનાર જીવનમાંય, શોકમાં દિલાસો, જંગમાં થજે સ્હાય;
ને જ્યારે પૂરૂં થાય સેવાનું કામ, અમને બોલાવજે લેવા નિત આરામ.