|
માદરી
|
|
“This is the day of light”
|
|
R.C.H.267
|
કર્તા :
|
જે. એલર્ટન,
|
|
૧૮૨૬-૮૩
|
અનુ. :
|
એમ. વી. મેકવાન
|
૧
|
દિન આ પ્રકશનો
|
|
દે, પ્રભુ, પ્રકશ્ ઉર આજ આ રવિતણો;
|
|
અંધકાર પાપનો કાપ, સર્વ શાપનો;
|
|
રાત શોકની વીતે, સુહર્ષ દે પ્રભાતનો.
|
૨
|
વાર આ વિશ્રામનો,
|
|
બક્ષનાર જીવ તાજગી, નિરંતનો;
|
|
છે શ્રમિત જે જેનો, ને પીડિત જે મનો,
|
|
આપ તાજગી ભરેલ, દિવ્ય ઓસ તું તણો.
|
૩
|
દિન આજ શાંતિનો,
|
|
શાંતિ દે અમો મહીં, વિનાશ થાય ભ્રાંતિનો;
|
|
કલેશ ને કુસંપનો, વેર ને વિરોધનો,
|
|
બંધ પાડ, હે કૃપાળ, ઉગ્ર નાદ યુદ્ધનો.
|
૪
|
દિન આજ પ્રાર્થનો,
|
|
દે થવા મિલાપ આજ દિવ્ય વ્યોમ વિક્ષ્વનો;
|
|
આપ, દેવ, દર્શનો, સ્વાદ સ્વર્ગી સ્પર્શનો,
|
|
સ્વર્ગથી અહીં પધાર, હસ્ત દે મિલાપનો.
|
૫
|
શ્રેષઠ દિન આજનો,
|
|
દે જીવંત ક્ષ્વાસ, મત્ર્ય જીવતાં બને જનો;
|
|
દે પ્રબોધ પ્રેમનો, ગાય ગુણ દેવનો,
|
|
શ્રેષ્ઠ દિન ! ધન્ય; આજ મૃત્યુ જીતનારનો !
|