14

From Bhajan Sangrah
Revision as of 22:03, 18 October 2024 by Gcfpon (talk | contribs) (→‎Chords)
Jump to navigation Jump to search

૧૪ - ઈશ્વરસ્તુતિ

૧૪ - ઈશ્વરસ્તુતિ
(રાગ : ભીમપલાસ)
કર્તા : જે. એસ. પ્રકાશ
ટેક: હે યહોવા, મુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર,
મુજ પર તારી પ્રીતિ અપાર.
ગઢ મજબૂત અને કિલ્લો મારો, હે પ્રભુ, તું છે તારણહારો,
શત્રુ સૈન્યથી મુજને બચાવે, સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે.
મૃત્યુબંધન ધેરે મુજને, દુષ્ટનાં મોજાં ડરાવે મુજને,
સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે, આકાશનામી નીચે ઊતરજે.
તારી પ્રસન્નતા મનમાં રાખું, ન્યાયીપણાનું ફળ હું ચાખું,
અંતરની પ્રભુ શુદ્ધિ માગે, શુદ્ધ જનો તુજ દર્શન પામે.
તારા વિધિઓ સન્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાળું,
દુ:ખી જનને ખચીત બચાવે, ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે.
તું છે, યહોવા, દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો,
તુજ તેજે સહુ તિમિર હઠે છે, તુજ કૃપાઍ વિજય મળે છે.

Phonetic English

14 - Ishwarstuti
(Rag: Bhim palas)
Karta: J.S.Prakash
Tek: He yahowa, tuj aadhar, tu win jagma hu lachar,
Muj par tari priti apar.
1 Gadh majboot ane killo maro, He prabhu, tu che taranharo,
Satru senyathi mujne bachawe, stutine yogya,ek prabhu, tu che.
2 Mrutyubandhan ghere mujne, dushtna moja darawe mujne,
Sankatma pokar, prabhu, sunje, aakashnaami neeche utarje.
3 Tari prasanntaa manma rakhu. Nyayipanaanu phal hu chakhu,
Antarni prabhu shuddhi mage, shuddh jano tuj darshan pame.
4 Tara widhio sanmukh rakhu, tara hukamo sarwa hu palu,
Dukhi janne khachit bachawe, garwisth janno garv dabaave.
5 Tu che, yahowa, Deepak saro, andharama che prakash maro,
Tuj teje sahu timir hathe che, tuj krupaae vijay male che.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod

https://youtu.be/aSykmP7bqE0

Chords

    Em      D
ટેક: હે યહોવા, મુજ આધાર, 
    C          D  Em
    તું વિણ જગમાં હું લાચાર,
    Em       D     Em
    મુજ પર તારી પ્રીતિ અપાર.
    Em          D        C          D  Em
૧   ગઢ મજબૂત અને કિલ્લો મારો, હે પ્રભુ, તું છે તારણહારો,
    Em       D        C          D      Em
    શત્રુ સૈન્યથી મુજને બચાવે, સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે.