SA358
૧ | ઘેટાંને ચરાવતા તે નિત રાખે સંભાળ. ધન. |
૨ | નિરમળ પાણી પાય છે તે જીવન નદની માય. ધન. |
૩ | નિત નિત દોરી જાય છે જ્યાં લીલુ ઘાસ જ થાય. ધન. |
૪ | ટોળાને ચરાવતાં તે આગળ આગળ જાય. ધન. |
૫ | વાઘ, વરુ કે ચોરથી નવ હાનિ તો કઈ થાય. ધન. |
૬ | થાકે જો કોઈ ઘેટડું તો ઊંચકી લે છે નાથ. ધન. |
૭ | માંદુ જો કોઈ થાય તો તે સંભાળે દિનરાત ધન. |
૮ | ઉત્તમ પાળક ખ્રિસ્ત જેને સૌ ઘેટાંની જાણ. ધન. |
૯ | ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન. |