SA96

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA96)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઓ ફરો રે ! ફરો ! કેમ નાશ પામવા જાઓ ?

છે ઇશ્વર ફયાળુ, શર્ણ તેને થાઓ;
હાલ ઇસુ બોલાવે, તેડે છે આત્મા,
ને દુતો રાહ જૂએ છે, આમંત્રણ દેવા.

રે ભૂલ ખાશો મા, કેમકે ઢીલ કરવાથી,

ન સુધરે સ્થિતિ. ન મળે શાંતિ;
રે એમના એમ આવો, સ્વીકારશે પ્રભુ,
કૃપા નહિ વહે છે, બચાવશે ઇસુ.

રે મોજમઝા થકી લાભ આત્મિક કેમ થાય!

તે સુખ પામવાનો છે એક ખોટો ઉપાય;
આ કાચી કાયાને મૂકી જશો જ્યારે,
આત્મિક ખરી શાંતિ કેમ મળશે ત્યારે ?

રે આત્માની ભૂખ અને તરસ મટાડો,

ઇસુને હાલજ ભજવા તમે માંડો;
રે ચાખી જુઓ કે પ્રભુ છે દયાળુ,
આ મુકિત જે મફ્ત આપે છે ઇસુ.

હાલ આવો, હાથ ઝાલો સોંપી ખ્રિસ્તને તનમન,

તે હાલ તોડી નાખશે શેતાનનાં બંધન;
રે કેમ નથી માનતા ? વિલંબ કરતા મા !
ચાલો સર્વે સંગાથ આ સ્વર્ગીય રાહ.