SA86
ટેક - યાદ કર મને યાદ કર મને પ્રભુ યાદ કર મને, મરણ તારું યાદ કરીને, પ્રભુ યાદ કર મને. | |
૧ | હાય ! મારે કાજ મારો તારનાર, ને માલિક મોત પામ્યો; પાપ મારાં માથે લઇ ત્રાતા, વધસ્તંભ પર ગયો. |
૨ | લીધો તેણે મજ પાપનો ભાર, ને મારે કાજ સહ્યું ; અદ્ભુત દયા કૃપા અપાર, તારણ થયું મારું. |
૩ | અંધરાયો સૂરજ આભમા, ભયથી પૃથ્વી કાંપી; જયારે તેનો સૃજનાર મૂઓ, આપવા પાપની માફી. |
૪ | હે પ્રિય ત્રાતા, કદી નહી આ પ્રેમ ઋણ ચુકાય; પોતાને હું સોપું છું અહી વધું મજથી ન થાય. |