SA69
અવનિ પર કોણ જન્મ્યો, અંધારી રાતે અવનિ પર કોણ જન્મ્યો તારો એ કયાં જઇ થંભે ? અંધારી રાતે તારોએ કયાં જઇ થંભે ? | |
મધરાતે સીમમાં ભરવાડો જાગે, પ્યારા એ ઘેટાંની સંભાળ રાખે, આભે ત્યાં તેજ ચમકે.........અંધારી રાતે. | |
હતો આનંદે સંગીત ગાએ, પરમ ઊંચામાં મહિમા થાએ, તારક તમારો જન્મ્યો.........અંધારી રાતે. | |
માગી જનો આ શોધે રે કોને, પૂર્વ દીશામાં તારો એ જેને, ગભાણે રાજન ઝૂલે.........અંધારી રાતે. | |
ચાલો દર્શન ઇસુ રાજાના, અપર્ણ લઇ લો તન-મન-ધનના વાટ જુએ રે, આજે.........અંધારી રાતે. |