SA65
ટેક - પ્રભુજી પ્રીતે પધારો રે મન મંદિરની માંય. | |
૧ | વાસો હદયમાં શેતાન કરે છે, તેથી સૂઝે નહી કાંઇ - પ્રભુજી. |
ર | સત્ય રસ્તાની વાટ ન સૂઝે, ભૂંડામાં મન લોભાય - પ્રભુજી. |
૩ | જગતનાં વાનાં ઉપરથીસારાં, તેને મન ઘણું ચ્હાય - પ્રભુજી. |
૪ | તેથી રહ્યું મન અશુદ્ધ અમારું, શુદ્ધ શી રીતે કરાય - પ્રભુજી. |
૫ | અગ્રિના રૂપે આપ પધારી, કરો શેતાનને વિદાય - પ્રભુજી. |
૬ | માગણી કરીએ અનંત સુખની, નાશ અમારો ન થાય - પ્રભુજી. |