SA4
૧ | પહેલું રે પગથિયું, પોતાને ઓળખવું; કેવું રે ભૂંડું થયું, હે મારા મન તું ? |
૨ | બીજું રે પગથિયું, પાપનો પસ્તાવો; સઘળી રે ભૂંડાઇ પર, રાખું કંટાળો. |
૩ | ત્રીજું રે પગથિયું, પાપની કબૂલાત; મેં કેટલી ભૂંડાઇ, કરી સૌની સાથ. |
૪ | ચોથું રે પગથિયું, દરેક પાપને તજવું; સઘળી ભૂંડાઇ મૂકી, મારા દેવને ભજવું. |
૫ | પાંચમું રે પગથિયું, પાપની માફી માગવી; મજ પર દયા કરજે, શુદ્વ કરી ડાઘથી. |
૬ | છઠ્ઠું રે પગથિયું, દેવને આઘીન થાવું; તન મન તેને સોંપી, તારી પાછળ આવું. |
૭ | સાતમું રે પગથિયું, તારક વિશ્વાસ; ઇસુ તારે છે હાલ, કરે તેનો વારસ. |
૮ | ધન ધન મારા પ઼ભુજી, ધન ધન ઇસુ ત્રાતા; મને મુક્તિ મળી છે, ધન ધન મુક્તિ દાતા. |