171
૧૭૧ - ખ્રિસ્તની અનુપમ પ્રીતિ
હરિગીત | |
કર્તા: | દાનિયેલ ડાહ્યાભાઈ |
૧ | હે ખ્રિસ્ત ત્રાતા, ત્રાણદાતા, વિશ્વવિધાતા ધણી, |
હું અલ્પ પ્રાણી સ્તુતિ તારી શું કરું મુખથી ઘણી; | |
તું ત્રાણકારી, શોકહારી, સુખકારી છે પતિ, | |
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. | |
૨ | છે નાથ તું જ અનાથનો, સહુ સૃષ્ટિ કેરો આશરો, |
તું સર્વથી પરિશુદ્ધ છે, પરિપૂર્ણ પ્રીતિનો ઝરો; | |
જન કોઈ પણ નહિ પામશે તવ પાર પ્રીતિનો રતિ, | |
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. | |
૩ | તેં છેક છેલ્લે પ્રાણ તારો અમ કાજ તો અર્પી દીધો, |
સ્વીકાર એ સહુ દુ:ખનો અમ પાપીઓ માટે કીધો; | |
એ શ્રેષ્ઠ પ્રેમાભાર તવ ભૂલીશ નહિ મમ દિલથી, | |
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી, પ્રીત ન્યારી છે અતિ. | |
૪ | શાંત્યાસ્પદ તવ પ્રીત છે, નહિ તૂટશે, રજ ખૂટશે; |
તે પ્રીત જે જન પામશે, દુ:ખ વામશે, સ્વર્ગે જશે; | |
ગુલતાનમાં દિન ગાળશે, દુ:ખ ભાળશે નહિ ત્યાં રતિ, | |
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. |
Phonetic English
Harigeet | |
Kartaa: | Daniel Dahyaabhai |
1 | Hey Khrist traataa, traanadaataa, vishwadidhaataa dhani, |
Hu alp praani stuti taari shu karu mukhthi dhani; | |
Tu traanakaari, shokahaari, sukhkaari che pati, | |
Pyaara prabhu, premad taari preet nyaari che ati. | |
2 | Che naath tu j anaathano, sahu srushti kero aasharo, |
Tu sarvthi parishuddh che, paripurn pritino jharo; | |
Jan koi pan nahi paamashe tav paar pritino rati, | |
Pyaara prabhu, premaal taari preet nyaari che ati. | |
3 | Te chek chelle praan taaro am kaaj to arpi didho, |
Swikaar ae sahu dukhno am paapio maate kidho; | |
Ae shresht premaabhaar tav bhulish nahi mam dilthi, | |
Pyaara prabhu, premaal taari preet nyaari che ati. | |
4 | Shaantyaaspad tav preet che, nahi tutashe, raj khutashe; |
Te preet je jan paamashe, dukh vaamashe, swarge jashe; | |
Gulataanamaa din gaalshe, dukh bhaalashe nahi tyaa rati, | |
Pyaara prabhu, premaal taari preet nyaari che ati. |
Image
Media - Composition By : Late Mr. Manu Bhai Rathod , Raag : Bhatiyar - Sung By Mr.Samuel Macwan
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan