102
૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ
ટેક : | લોકને લાવવા સ્વર્ગના ધામમાં પાપ ખ્રિસ્તે લઈ દુ:ખ વેઠયું. |
૧ | સ્વર્ગનું સૌખ્ય જે તે બધું મૂકતાં દુ:ખ લીધાં ઘણાં નિજ માથે; |
દીન થઈ ભૂતળે હેતથી ચાલતાં બોધ પૂરો કહ્યો સર્વ સાથે. લોકને. | |
૨ | દેવનાકાયદા તે સહુ પાળતાં કામ કીધાં બધાં શુદ્ધ રીતે; |
માનવી કારણે જીવને અર્પિયો પાપીને તારવા પૂર્ણે પ્રીતે. લોકને. | |
૩ | પાપનો ડંખ જે માનવી જાતમાં, જે થકી વિશ્વ છે પૂર્ણ દુ:ખી, |
એ બધું ઈસુએ દૂર તો કાઢવા સ્વર્ગના ધામની મોજ મૂકી. લોકને. | |
૪ | એ બધું ભ્રષ્ટને કાજ કીધા થકી મુક્તિ તો પામશે લોક એથી; |
ખ્રિસ્તને માનશે પૂર્ણ વિશ્વાસથી તે જ તો પામશે ત્રાણ તેથી. લોકને. |
Phonetic English
Tek : | Lokne laavavaa svarganaa dhaamamaa paap khriste lai dukh vethayu. |
1 | Swarganu saukhya je te badhu mukataa dukh lidhaa ghanaa nij maathe; |
Din thai bhutale hetathi chaalataa bodh puro kahyo sarv saathe. Lokne. | |
2 | Devanakaaydaa te sahu paaltaa kaam kidhaa badhaa shuddh rite; |
Maanavi kaarane jeevane arpiyo paapine taaravaa purna prite. . Lokne. | |
3 | Paapno dankh je maanavi jaatamaa, je thaki vishva che purna dukhi, |
Ae badhu Isuae dur to kaadhavaa swargnaa dhaamni moj muki. Lokne. | |
4 | Ae badhu bhrashtne kaaj kidhaa thaki mukti to paamashe lok aethi; |
Khristne maanashe purna vishvaasathi te aj to paamashe traan tethi. Lokne, |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod