૧
|
મેળાઓમાં જય જય મેળો, યરુશાલેમની માંય
|
|
પાછળ ઈસુની દુનિયા સર્વા ગઈ.
|
૨
|
યરુશાલેમ નજદીક ઈસુ આવ્યા પર્વત પાસ,
|
|
નગરી રાજાની ઈસુ કહેણ કહે.
|
૩
|
સિયોનપુત્રી, રાજા આવે રંક થઈ તુજ પાસ,
|
|
નગરી રાજાની ઈસુ ભેટ કહે.
|
૪
|
ઈસુ ગુરુએ મંગાવી ખચ્ચર બચ્ચા સાથ,
|
|
વસ્ત્રો ગાદી કરી રાય સવારે થયા.
|
૫
|
મહાનમંડળ વસ્ત્ર બિછાવે વાટે સવારી રાજ,
|
|
ઈસુ રાજાને લાવે પ્રેમ કરી.
|
૬
|
વૃક્ષલતાથી આખાય રસ્તે ગૌરવ બહુ શોભાય,
|
|
મસીહા રાજાની સ્વારી માન ભરી
|
૭
|
લોકો આગળ પાછળ ચાલે મંગળ ભણતા બોલ,
|
|
"દાઊદપુત્ર તને જય જય હોસાના.'
|
૮
|
પ્રભુને નામે રાજા આવે, આવે આ તે કોણ?
|
|
નગરી રાજાની મોટા હર્ષભરી.
|
૯
|
ભવિષ્યવાદી નાઝારેથનો, ગાલીલનો કહેવાય,
|
|
અગમ ભાખ્યાં જે, તે એ પૂર્ણ કરે.
|
૧૦
|
ઈસુ મંદિરમાં જઈ કાઢે, વેપારીઓને બહાર,
|
|
નાણાવટીઓના બાજઠ દૂર કરે.
|
૧૧
|
આસન કાઢયાં મંદિરમાંથી કબૂતરખાનાં તેહ,
|
|
મંદિર દેવ તણું આવી શુદ્ધ કર્યું.
|
૧૨
|
"ભજનતણું ઘર કહેવાશે, મુજ, લખીઆ છે આ લેખ,
|
|
કીધું ચોરોનું કોતર કેમ અરે !"
|
૧૩
|
અંધાં, પંગાં, ઈસુ પાસે આવ્યા મંદિર માંય,
|
|
દુ:ખો ટાળ્યાં ને શાંતિ થઈ સદા.
|
૧૪
|
મંદિર માંહે બાળક ગાએ મોટેથી શુભ ગાન,
|
|
'પરમ ઊંચામાં જય જય હોસાના.'
|
૧૫
|
બાળક જેવાં આપો મનડાં ઈસુને જઈ આજ,
|
|
અભિષિકત રાજાને ભજવા આવી ઘડી.
|
૧૬
|
પ્રેમી ઈસુ પૂજો, બાળક, નર ને નાર,
|
|
તારણ આપે છે ખ્રિસ્તનંદ કહે.
|