75
૭૫ - પ્રભુનો ત્યાગ
(રાગ : | ઝેર તો પીધેલાં જાણી જાણી) |
કર્તા : | એન. જે. જ્યેશ |
ટેક : | હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા. |
૧ | પૃથ્વી જનમવા દેવે નિગાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી. |
૨ | પ્રાણી, પંખીઓ માટ કોતર, માળા, છાપરી મળેય નહિ તારી ! પ્રભુજી. |
૩ | બદલે ભલાઈ તને સાંપડી બુરાઈ, દુનિયા દુશ્મન થઈ સારી ! પ્રભુજી. |
૪ | દીધો લટકાવી તને લાકડે ઓ સ્વામી, દુવા અરિને દીધ ત્યારી ! પ્રભુજી. |
૫ |
દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી. |