354

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૩૫૪ - પ્રભુ સાથે મેળાપ

૩૫૪ - પ્રભુ સાથે મેળાપ
મારા આકાશવાસી બાપ, તારી સાથે દે મેળાપ;
પૂરના જેવું જીવન વહે, તારાં વચન સદા રહે;
દોલત, જગત, જીવન જાય, મળે પ્રેમ તો લાભ જ થાય.
મારો આત્મા રડે છે, ગુન્હા માન્ય કરે છે;
મારા મોટા છે દુર્ગુણ, ત્રાતા, દેજે તારું પુણ;
તારું શરણ મને આપ, ધોઈ નાખજે મારાં પાપ
જૂની ઈચ્છા લોપ થઈ જાય, નવી સારી ઈચ્છા થાય;
હે શુદ્ધાત્મા, ઊતરી આવ, મારું દિલ નવું સૃજાવ;
મને શુદ્ધ સંપૂર્ણ કર, મારે હ્રદે પ્રીતિ ભર.


Phonetic English

354 - Prabhu Saathe Melaap
1 Maara aakaashavaasi baap, taari saathe de melaap;
Poorana jevun jeevan vahe, taaraan vachan sada rahe;
Dolat, jagat, jeevan jaay, male prem to laabh ja thaay.
2 Maaro aatma rade chhe, gunha maanya kare chhe;
Maara mota chhe durgun, traata, deje taarun pun;
Taarun sharan mane aap, dhoi naakhaje maaraan paap
3 Jooni ichchha lop thai jaay, navi saari ichchha thaay;
He shuddhaatma, ootari aav, maarun dil navun srajaav;
Mane shuddh sampoorn kar, maare hrade preeti bhar.

Image

Media - Hymn Tune : Redhead ( Petra )

Media - Composition By : Late Mr. ManuBhai Rathod