72
૭૨ - મધરાતના તારલા
"Star of the mid-night" | |
અનુ. : જયાનંદ આઈ. ચૌહાન | |
ટેક : | મધરાત કેરા ઓ તારલા, |
દોરજે જ્યાં શાંતિ-રાય; | |
સઘળા સંતાપ ત્યાં છૂટતાં | |
વિરામ શો મિષ્ટ પમાય ! | |
પોકાર તવ આવશે વીંધી | |
મહિમાની રાજ-સીમા; | |
પડધા જાગે જુગોમાં : | |
"સંધે હો દેવ-મહિમા." | |
૧ | મધરાત કેરા ઓ તારલા, |
ચમકી ઘોર મેદાન પર | |
જગવ જગતને ગાવા, | |
ઝીલી મધુરા સ્વર, | |
દૂતગણે ગુંજેલ ગાયન | |
ફરતાં ગગન સીમા, | |
પડઘા જાગે જુગોમાં : | |
"સંઘે હો દેવ-મહિમા." | |
૨ | મધરાત કેરા ઓ તારલા, |
ગભાણ સેજે ચમકી, | |
ગેબી કિરણથી દોર્યા | |
જગના બૌ નૃપતિ. | |
દોરી અમનેય ત્રાતા ગમ | |
ઘેરા ઓળાયા પાર; | |
લઈ જા નમ્ર ગભાણે, | |
સ્તવીએ જેથી તારાનાર. | |
૩ | મધરાત કેરા ઓ તારલા, |
ચમકજે જ્યાં લગણ, | |
ત્યાગે જગ મિથ્યા ફાંફાં | |
શાંતિ, વિજય કેરાં. | |
દોરી લાવ સંધા દેશો | |
નમ્ર ગભાણને ઘામ; | |
કે તેઓ આપે દિલથી | |
ઈસુ રાજાને માન. |