291
૨૯૧ - જીવનના સર્વ વિકારમાં ઈસુ ઉપર ભરોસો
સવૈયા સત્તાવીસા કે શરણાગત | |
કર્તા: જે. વી. એસ. ટેલર. | |
૧ | જીવનનો જે માર્ગ ભયંકાર તે પર છે મુજ પાય; |
ચોગરદા છે વિધ વિધ ફાંદા, વસમો પંથ જણાય. | |
૨ | હે ત્રાતા, બળવાન નિયંતા, પંથ દેખાડો શુદ્ધ, |
અંધારામાં જ્યોતિ કરાવી આપો આત્મિક બુદ્ધ. | |
૩ | માનવનું મન તું પરખે છે, ભટકેલાંને વાર; |
ઘાત કરે વિશ્વાસ તણો જે તેને શોધી તાર. | |
૪ | પળભરના જે અલ્પ વિચારો તેને તુચ્છ કરાવ; |
કાળ અનંત વિષેનાં વાનાં તે પર ચિત્ત ધરાવ, | |
૫ | થાય પછી જો આંધી આંધી, જળથળના ધમકાર, |
ભંગ થયાની બીક ન માનું ધીર ધરી રહેનાર. | |
૬ | જો મુજ પાસે હોશે ઈસુ, તો સહુમાં સુખ તાસ; |
જીવ રહ્યે આનંદ કરું હું, મરણ થયે ઉલ્લાસ. | |
૭ | ઈસુ પર વિશ્વાસ ટક્યાથી નિત્ય અચળછે આશ; |
ભૂતળ પરનું બંધ થતાંમાં સુખપદ છે આકાશ. |
Phonetic English
Savaiya Sattaaveesa Ke Sharanaagat | |
Karta: J. V. S. Tailor. | |
1 | Jeevanano je maarg bhayankaar te par chhe muj paay; |
Chogarada chhe vidh vidh phaanda, vasamo panth janaay. | |
2 | He traata, balavaan niyanta, panth dekhaado shuddh, |
Andhaaraamaan jyoti karaavi aapo aatmik buddh. | |
3 | Maanavanun man tun parakhe chhe, bhatakelaanne vaar; |
Ghaat kare vishvaas tano je tene shodhi taar. | |
4 | Palabharana je aly vichaaro tene tuchchh karaav; |
Kaal anant vishenaan vaanaan te par chitt dharaav, | |
5 | Thaay pachhi jo anchi aandhi, jalathalana dhamakaar, |
Bhang thayaani beek na maanun dhi dhari rahenaar. | |
6 | Jo muj paase hoshe Isu, to sahumaan sukh taas; |
Jeev rahye anand karun hun, maran thaye ullaas. | |
7 | Isu par vishvaas takayaathi nitya achalachhe aachh; |
Bhootal paranun bandh thataanmaan sukhapad chhe aakaash. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Yaman - Sung By Robin Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhimpalasi