243
૨૪૩ - પ્રભુ ઈસુનું તેડું
મંદાક્રાન્તા | |
કર્તા: | સુરેન્દ્ર આસ્થાવાદી |
૧ | શું સ્વામીની હ્રદય વીંઘતી હાંક આપે ન સુણી? |
સંધું ત્યાગી કમર કસવા કાં મહેચ્છા ન ધારી? | |
"હું આવું છું," પ્રીતિ ઉત્તર એ આપનો દેવનો છે? | |
કે સ્વામીને હજી અવરને શોધવાનાં રહે છે? | |
૨ | લાખો લોકે કદી નહિ દીઠું સ્વર્ગી માન્ના રસાળું, |
એવાંઓને અન્ન પીરસવા દિવ્ય તેડું તમારું; | |
પાપો કેરા દુ:ખથી કણતાં ચીસ પાડે હજારો, | |
ઢૂંઢે છે એ જન રઝળતાં, અંધકારે પ્રકાશો. | |
૩ | લાખો આંખે મરણનીંદની ઝાંખ ઘેરી વળી છે; |
મોક્ષાર્થીની કરુણ ચીસને શું તમે સાંભળી છે? | |
શું આ દશ્યો નીરખી તમને ના દિલે ડંખ લાગે? | |
આજે ઊઠો, પછી પળ જશે, સ્વાર્પણો દેવ માગે. | |
૪ | ના પાડો તો પ્રભુ પ્રીતિ થકી, કો' રહેશે અજાણ્યું, |
એ ગુનાનું તમ શિર પરે ઋણ ભારે થવાનું; | |
તો ઓ વહાલાં, જદ નહીં કરો આજ આધીન થાઓ, | |
ને સ્વામીની શુભ શુભ કથા નિર્વિલંબે પ્રસારો. |
Phonetic English
Mandaakraanta | |
Karta: | Surendra Asthavadi |
1 | Shun svaameeni hraday veenghati haank aape na suni? |
Sandhun tyaagi kamar kasava kaan mahechchha na dhaari? | |
"Hun aavun chhun," preeti uttar e aapano devano chhe? | |
Ke svaameene haji avarane shodhavaanaan rahe chhe? | |
2 | Laakho loke kadi nahi deethun svargi maanna rasaalun, |
Evaanone anna peerasava divya tedun tamaarun; | |
Paapo kera dukhathi kanataan chees paade hajaaro, | |
Dhoondhe chhe e jan rajhalataan, andhakaare prakasho. | |
3 | Laakho aankhe marananeendani jhaankh gheri vali chhe; |
Mokshaartheeni karun cheesane shun tame saambhali chhe? | |
Shun aa dashyo neerakhi tamane na dile dankh laage? | |
Aaje ootho, pachhi pal jashe, svaarpano dev maage. | |
4 | Na paado to prabhu preeti thaki, ko' raheshe ajaanyun, |
E gunaanun tam shir pare ran bhaare thavaanun; | |
To o vahaalaan, jad naheen karo aaj aadheen thaao, | |
Ne svaameeni shubh shubh katha nirvilambe prasaaro. |
Image
Media - Geet Gunjan - Jeevan Sandesh