67

From Bhajan Sangrah
Revision as of 01:19, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૬૭ - જયગાન== {| |+૬૭ - જયગાન |- | |ગરબી (તાલ : કેહરવા) |- | |( આવવાને દે આજે - એ રાગ) |- ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૬૭ - જયગાન

૬૭ - જયગાન
ગરબી (તાલ : કેહરવા)
( આવવાને દે આજે - એ રાગ)
કર્તા : કા. મા. રત્નગ્રાહી
ટેક : ગાઓ જયગાન આજે, ગાઓ જયગાન;
દૂતો સાથે ગાઓ આજે, જય જય ગાન.
સ્વર્ગવાસી દેવ આવ્યો, માનવીની પાસ;
દૂતોનો સ્વામી તે બન્યો, અહીં નમ્ર દાસ. ગાઓ.
તજ્યું સ્વર, તજ્યું ઘર, ગૌરવી રહેઠાણ;
ધરી નરદેહ તેણે સ્વીકારી ગભાણ. ગાઓ.
ગરીબ, લાચાર, પીડાયેલા પાપીઓને કાજ;
ગરીબ થયો ઉદ્વારવાને, ધરી નહીં લાજ. ગાઓ.
પતિતોને તારવાનો કેવી કીધી રહેમ
અધમો ઉદ્વાાવાનો કેવો છે આ પ્રેમ ! ગાઓ.
ત્રાતા, અમે સહુ થઈએ, નમ્ર તું સમાન;
સ્મરી તારી પ્રીતિ અમે ગાઈએ જયગાન. ગાઓ.
આનંદી નાતાલ તને, સ્મરીએ એ રીત;
પ્રભુ ઈસુ તણું મન, ધરીએ ખચીત. ગાઓ.