શરણાગત :
|
ગરબીનો ઢાળ
|
(તાલ :
|
કહેરવા)
|
કર્તા :
|
રામસિંહ કહાનદાસ
|
ટેક :
|
ખુશી ખુશી છે આજ, ઈસુ ખ્રિસ્તે પાપી સારુ
|
|
ખુશી ખુશી છે આજ ! જન્મ લીધો તે કાજ.
|
૧
|
આકાશી સંદેશો આવ્યો, ભરવાડોની પાસ,
|
|
ઘેટાં કેરી રક્ષા કરતાં, કરતા ખેતર વાસ. ખુશી.
|
૨
|
પ્રકાશ તેઓ પાસે પડિયો, થયા બહુ જ ભયભીત,
|
|
કારણ ઈશ્વર મહિમા દીઠો, જે બહુ પ્રકાશિત. ખુશી.
|
૩
|
દૂતે દિલાસો ત્યાં દીધો, બીશો નહિ, ઓ ભાઈ,
|
|
બહુ આનંદી વાર્તા સુણો, તેની છે જ વધાઈ. ખુશી.
|
૪
|
સર્વ જનને સારુ તે તો આવી આ જગમાંય;
|
|
ઉતાવળથી દોડી જાઓ, જાઓ શહેર માંય. ખુશી.
|
૫
|
દાઉદ કેરા શહેર મદ્યે જુઓ તારણહાર;
|
|
લૂગડે તે વીંટાળેલો છે ગભાણમાં આ વાર. ખુશી.
|
૬
|
દૂતોની સેના ત્યાં પ્રગટી, લાવી મુક્તિવાત,
|
|
ગગને ઊંચ સ્વરે બૂમ પાડી કીધો મોટો નાદ: ખુશી.
|
૭
|
"પરમ ઊંચામાં પ્રભુને મહિમા, પૃથ્વી ઉપર શાંત,
|
|
માણસ મધ્યે પ્રસન્નતા થાઓ, ભાગે મનની ભ્રાંત." ખુશી.
|
૮
|
ઘેટાંપાળક દોડી આવ્યા, આવ્યા શહેર માંય;
|
|
મરિયમ, યૂસફ, બાળક દીઠાં, હતો તબેલો જ્યાંય. ખુશી.
|
૯
|
ઘૂંટણ ટેકી સેવા કીધી, મળ્યો તારણહાર,
|
|
નાતાલે તેહ જન્મ પામ્યો, સંભાતો આ વાર. ખુશી.
|