|
સુબોધ વૃત્ત
|
|
"The heavens God’s glory do declare"
|
|
(ગીતશાસ્ત્ર ૧૯ને આધારે)
|
કર્તા :
|
જે.વી. એસ. ટેલર
|
૧
|
ચોગમ વાતાવર્ણ્, આસમાની આકાશ,
|
|
ચળક ચળક મંડાણ, જ્યોતિષ્માન પ્રકશ;
|
|
કર્તાનાં શુભ કર્મ દેખાડે દિન રાત,
|
|
દિન દિન પર છે કથન, નિશ નિશ પણ શુભ વાત.
|
૨
|
શબ્દ પડે નહિ કાન, નહિ નીકળે પણ સાદ,
|
|
નિર્વાચા ગંભીર, તો પણ છે શુભ વાદ;
|
|
પરમ કવિ તણો રાગ, કર્તાનો આ છંદ,
|
|
ભંગ વિના છે તાળ, જુઓ આ પદબંધ.
|
૩
|
જ્યાં જ્યાં માનવજત, જેને અંતર બુધ;
|
|
ભૂતળને સહુ ઠામ, બોધ લહે પરિશુદ્ધ;
|
|
મળે ન એવી દેશ, પાસે કે બહુ દૂર,
|
|
જ્યાં જોતાં કૃત રીત, જ્ઞાન વસે નહિ ઉર.
|
૪
|
સૃષ્ટિ વિખે દેખાય, સૂરજ કાજે ધામ,
|
|
પ્રભાતમાં તે વીર દીસે છે નિજ ઠામ;
|
|
વર હરખે જેમ શુભ કન્યાને કાજ,
|
|
દીસે જ્યોતિષ્માન, હરકિત તે વરરાજ.
|