|
ઝલણા વૃત્ત
|
|
“Among the deepest shades of night”
|
અનુ. :
|
જે.વી. એસ. ટેલર.
|
ટેક :
|
દેવના ધ્યાનથી જ્ઞાન શીખી ઘણું સર્વદા સત્યની સાથ ચાલું.
|
૧
|
રાતના પહોરના ઘોર અંધારમાં, કોણ જુાએ મને એમ માનું?
|
|
એક જે દેવ છે, તે મને દેખશે, ચક્ષુ તેની સદા શુદ્ધ જાણું.દેવનાં.
|
૨
|
દેવ છે સ્વર્ગમાં, વૈભવે શ્રેષ્ઠ છે, પાપને ક્રોધથી એ નિહાળે;
|
|
ભૂતળે કામ જે વિક્શ્વ માટે કરે, પ્રેમદષ્ટિ થકી સર્વ ભાળે.દેવનાં.
|
૩
|
જ્યાં નથી દેવે એવે સ્થળે રહેવા, ના મળે શોધતાં એક ઠાણું;
|
|
ક્રોધ તેનો બળે, ચૂકવી તે જવા, ના એ સંભવે એમ જાણું.દેવનાં.
|
૪
|
તોય મુક્તિ પ્રભુ પાપથી આપવા, રાહ જુએ નક્કી પૂર્ણ પ્રીતે
|
|
ને કહે, "દોડજે, ખ્રિસ્ત ઈસુ કને, એ ખરો આશરો સર્વ રીતે."દેવનાં.
|