139
૧૩૯ - ઈસુના પ્રગટ થવાની આશા
સત્તાવીસી કે શરણાગર | |
કર્તા: | જે. વી. એસ. ટેલર |
૧ | પ્રગટ થશે રે ઈસુ કયારે ? કયારે પ્રભુ દેખાય? |
કયારે ઉદય થયાને કાજે ઉગમણ લાલ જણાય? | |
વાટ ઘણી અમ જોતાં બેઠા, જાગ્યા આખી રાત, | |
કયારે બૂમ પડે કે આવ્યો ભક્ત તણો શુભ નાથ? | |
૨ | એક પછી બીજો પરલોકે, સ્નેહી એકે એક; |
સંગ વિના અમ એકલવાસે ખિન્ન છિયે, વિણ ટેક. | |
મિત્ર ગયા ત્યાં રાત નથી રે, કળિયે એ રાત વેણ, | |
તોય વિજોગપણાને દુ:ખ બેઠા આકી રેણ. | |
૩ | હમણાં રજની છે બહુ કાળી, દુ:ખ ઘણું ને શોક, |
છે સંદેહ ઘણા મન માંહે જાણે આશા ફોડ. | |
તન મનનો એ થાક ઘણો છે, જોતાં પ્રભુની વાટ; | |
મુખ વિકરાળ કરીને રહે છે, ચોગરદા ગભરાટ. | |
૪ | અરે પ્રભાત તણા શુભ તારા, તારી જોત જણાવ; |
તુજ ઉપકીર્ણ તણે અજવાળે માન્ય થશે અમ ભાવ. | |
સૂર્ય તણા પરિપૂર્ણ પ્રકાશે તૃપ્ત થશે અમ આશા, | |
ત્યાં લગ કંઈ અંધાર દબાવી આપો અલ્પ પ્રકાશ. | |
૫ | હે પ્રભુ, વાક્ય ખરું છે તારું, "વીતી રાત જનાર; |
અજવાળાની જીત થવાની, ધન્ય પ્રભાત થનાર." | |
વેણે જશે ન વ્યર્થ એ જાણી ધરીએ દઢ વિશ્વાસ; | |
આ સુખદેણ વચનમાં હર્ખી નહિ તજીએ શુભ આશ. |
Phonetic English
Sataavisi ke sharanaagar | |
Karta : | J. V S Tailor |
1 | Pragat thashe re Isu kyare ? Kyare Prabhu dekhay ? |
Kyare uday thaya ne kaaje ugman laal janaay ? | |
Vaat ghani am jota behta, jaagya aakhi raat, | |
Kyare boom pad eke aavyo bhakt tano shubh naath? | |
2 | Ek pachi bijo parlok, snehi ek a ek; |
Sang vina am ekalvaase khinn chiye, vin tek. | |
Mitra gaya tyan raat nathi re, kadiye a raat ven, | |
Toy vijogpanaa ne dukh betha aaki ren. | |
3 | Hamanaa rajani che bahu kaadi, dukh ghanu ne shok, |
Che sandeh ghanaa man maahe jaane aashaa fod. | |
Tan manano ae thaak ghano che, jotaa prabhuni vaat; | |
Mukh vikaraad karine rahe che, chogaradaa gabharaat. | |
4 | Aare prabhaat tanaa shubh taaraa, taari jot janaav; |
Tuj upakirna tane ajavaade maany thashe am bhaav. | |
Sury tanaa paripurn prakaashe trupt thashe am aashaa, | |
Tyaa lag kai andhaar dabaavi aapo alp prakaash. | |
5 | Hey prabhu, vaaky kharu che taaru, "Viti raat janaar; |
Ajavaadaani jeet thavaani, dhanya prabhaat thanaar." | |
Vene jashe na vyarth ae jaani dhariae dadha vishwaas; | |
Aa sukhdena vachanamaa harkhi nahi tajiae shubh aash. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : ShivRajni