432
૪૩૨ - લગ્નનું ગીત
ભુજંગી | |
કર્તા: થોમાભાઈ | |
પાથાભાઈ | |
૧ | રચી, દેવ, તેં દુનિયા ખૂબ સારી, નિહાળી વખાણું તને વારવારી; |
કર્યું માનવી, દેવ, તેં ધૂળમાંથી, દઈ શ્વાસ પોતા તણો મુખમાંથી. | |
૨ | બધી ચીજથી માનવી શ્રેષ્ઠ કીધું, અને આતમા, જ્ઞાન, વિવેક દીધું; |
ન'તું સાથ બેલું, લીધું માંસ તેનું, કરી નાર આપી, 'હવા' નામ એનું. | |
૩ | નિહાળી પછી આદમે આંખ ધારી, ભલા માંસ મારું થયું મુજ નારી; |
થયા તે બન્નેના વિવા' દેવ હાથે, સુખી બહુ થયાં દેવથી સર્વ વાતે. | |
૪ | વિવા' જે કરે શાસ્ત્રની રીત જાણી, રહે દેવની તે ઘરે મે'રબાની; |
સુખી જો થવું હોય તો વાદ મૂકો, રહો પ્રેમમાં તો થશે દૂર દુ:ખો. | |
૫ | ખરા દિલથી દેવનો પ્રેમ રાખો, અને એકબીજા તણું હિત તાકો; |
વહુએ ધણીને ખરું માન દેવું, કરારો પ્રમાણે કહ્યામાં જ રે'વું. | |
૬ | ધણીએ વહુને ખરો પ્રેમ દેવો, કરે અંગ પોતા તણે જેમ તેવો; |
કદી દ્વેષ પોતા તણો કો ન કીધો, ઈસુ મંડળી કારણે જીવ દીધો; | |
૭ | બધાં આપણે ખ્રિસ્તનાં અંગ જાણો, અને શિર તે આપણો ઈષ્ટ માનો; |
મૂકી માનવી માત ને તાત કોરે, વહુ સાથ રે'શે લગી જાય ઘોરે. | |
૮ | ઈસુ મંડળીનું ખરું શિર જાણો, વહુઓ, તમારા ધણી શિર માનો; |
હવે હ્યાં તમે જે કરો છો કરારો, સદા પાળવા કોલ આપો તમારો. | |
૯ | યહોવા અને મંડળી સાક્ષ જાણી, કરારો તમે પાળશો એમ માની; |
યહોવા, થજે આશિષો આપનારો, અને સેવકોનો થજે પાળનારો. | |
૧૦ | સુકાળે દુકાળે દિલાસો જ દેજે, સદા એમને ઘેર તું વાસ લેજે; |
વિનંતી પિતા, માનજે ખ્રિસ્ત નામે, સદાકાળ આમેન, આમેન જામે. |
Phonetic English
Bhujangi | |
Karta: Thomabhai Pathabhai | |
1 | Rachi, dev, ten duniya khoob saari, nihaali vakhaanun tane vaaravaari; |
Karyun maanavi, dev, ten dhoolamaanthi, dai shvaas pota tano mukhamaanthi. | |
2 | Badhi cheejathi maanavi shreshth keedhun, ane aatama, gyaan, vivek deedhun; |
N'tun saath belun, leedhun maans tenun, kari naar aapi, 'hava' naam enun. | |
3 | Nihaali pachhi aadame aankh dhaari, bhala maans maarun thayun muj naari; |
Thaya te bannena viva' dev haathe, sukhi bahu thayaan devathi sarv vaate. | |
4 | Viva' je kare shaastrani reet jaani, rahe devani te ghare me'rabaani; |
Sukhi jo thavun hoy to vaad mooko, raho premamaan to thashe door dukho. | |
5 | Khara dilathi devano prem raakho, ane ekabeeja tanun hit taako; |
Vahauye dhaneene kharun maan devun, karaaro pramaane kahyaamaan ja re'vun. | |
6 | Dhaneeye vahune kharo prem devo, kare ang pota tane jem tevo; |
Kadi dvesh pota tano ko na keedho, Isu mandali kaarane jeev deedho; | |
7 | Badhaan aapane Khristanaan ang jaano, ane shir te aapano isht maano; |
Mooki maanavi maat ne taat kore, vahu saath re'she lagi jaay ghore. | |
8 | Isu mandaleenun kharun shir jaano, vahuo, tamaara dhani shir maano; |
Have hyaan tame je karo chho karaaro, sada paalava kol aapo tamaaro. | |
9 | Yahova ane mandali saaksh jaani, karaaro tame paalasho em maani; |
Yahova, thaje aashisho aapanaaro, ane sevakono thaje paalanaaro. | |
10 | Sukaale dukaale dilaaso ja deje, sada emane gher tun vaas leje; |
Vinanti pita, maanaje Khrist naame, sadaakaal aamen, aamen jaame. |
Image
Media