285

From Bhajan Sangrah
Revision as of 14:49, 16 September 2015 by LerrysonChristy (talk | contribs)
Jump to navigation Jump to search

૨૮૫ - તારનાર પર ભરોસો

૨૮૫ - તારનાર પર ભરોસો
સવૈયા સત્તાવીસા
"I lay my sins on Jesus"
કે શરણાગત
કર્તા: જે. વી. એસ. ટેલર
ઈસુ ચરણે પાપો મૂકું, તે કરશે પરિહાર;
તે સહુ હરણ કરીને લેશે, ઉતારશે મુજ ભાર.
ઈસુ ચરણે દોષ જ મૂકું, તે ધોશે મુજ ડાઘ;
તન, મન, શુદ્ધ કરીને આપે પુણ્ય તણો શુભ ભાગ.
ઈસુને મુજ દુ:ખ જણાવું, તે ગુણથી ભરપૂર;
મનના વ્યાધિ સર્વ મટાડે, નબળું કરશે દૂર.
ઈસુ પાસે શોક જણાવું, સહુ ચિંતાનો બોજ;
ફલેશ તણાં સહુ કારણ કાઢી મને નિભાવે રોજ.
ઈસુ જેવા થાવું મારે, પ્રેમી, નમ્ર, દયાળ;
ઈસુ જેવા થાવું મારે, પિતા તણો શુભ બાળ.


Phonetic English

285 - Taaranaara Para Bharoso
Savaiyaa Saત્તાvisaa
"I lay my sins on Jesus"
Ke sharanaagat
Kartaa: J. V. S. Taylor
1 Isu charane paapo mooku, te karashe parihaar;
Te sahu harana karine leshe, utaarashe mujh bhaar.
2 Isu charane dosha ja mooku, te dhoshe mujh daagh;
Tana, mana, shuddh karine aape punya tano shubha bhaag.
3 Isune mujh dukh janaavu, te gunathi bharapoora;
Mananaa vyaadhi sarva mataade, nabadu karashe doora.
4 Isu paase shoka janaavu, sahu chintaano boja;
Falesha tanaa sahu kaarana kaadhi mane nibhaave roja.
5 Isu jevaa thaavu maare, premi, narm, dayaada;
Isu jevaa thaavu maare, pitaa tano shubha baad.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel