340

From Bhajan Sangrah
Revision as of 04:58, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૧ – પ્રભુનું સ્તોત્ર == {| |+૩૪૦ - હું ખ્રિસ્તની પાછળ ચાલીશ |- |૧ |જ્યારે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧ – પ્રભુનું સ્તોત્ર

૩૪૦ - હું ખ્રિસ્તની પાછળ ચાલીશ
જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે જોર,
ઈસુ, થકે આગેવાન ને અમને આગળ દોરે;
જોખમવાળી જગાઓમાં તને ઝાલીશું,
ચિંતા તજી તારી પાછળ ચાલીશું.
ટેક: પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ,
સૌ જગા, જ્યાં હોય ત્યાં, પાછળ ચાલીશ હું;
પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ,
જ્યાં જ્યાં દોરી લેશે, પાછળ ચાલનાર છું.
નમૂનો તેં આપ્યો અમને ભારે કષ્ટ વેઠી,
માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી;
તારો નમૂનો લઈને આજ્ઞા પાળીશું,
પ્રીતિ થકી તારી પાછળ ચાલીશુ.
કેવળ મોંની પ્રીતિ અમે કરવાનાં નથી,
કામ અમારું જોઈ બીજા પૂરશે શાહેદી;
દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું,
દુ:ખ વેઠીને તારી પાછળ ચાલીશું.