17
૧૭ – યહોવા પાળક
૧ | યહોવા છે મારો, | પરમ પ્રભુ જે પાળક મહા ! |
પડે ના તેથી કૈં, | અછત મુજને કો દિન, અહ ! | |
૨ | ખવાડે, સુવાડે, | અહરનિશ લીલાં બીડ મહીં, |
પીવા દોરી જાયે, | નીલ શીતળ ને શાંત જ નહી. | |
૩ | વળી આત્મા માંહે, | અજબ ભરતો તાજગી વિભુ ! |
ચલાવે સન્માર્ગે, | નિજ પરમ નામે મુજ પ્રભુ. | |
૪ | કદી મૃત્યુખીણે, વિકટ, | વસમી વાટ વિચરું, |
તહીં તું સાથે છે, |
મન મહીં ધરી ધૈર્ય, ન ડરું. | |
૫ | નિહાળે શત્રુઓ, | મુજ પ્રતિ સહુ તીવ્ર નજરે, |
છતાં મારે માટે, | પ્રભુ પીરસતો ભોજન ખરે ! | |
૬ | પ્રભુ ! તેં ચોળ્યું છે, | પ્રીતથી મુજને અત્તર શિરે ! |
અતિ હર્ષે આજે, | મુજ હ્રદય પ્યાલો જ ઊભરે ! | |
૭ | નકી આવે સાથે, | જીવનભાર ક્ર્ર્પા, સુજનતા, |
પ્રભુના નિવાસે, | રહું સુખી સહુ કાળ વસતા. |
Phonetic English
1 | Yahova che maaro, | param prabhu je paadak maha ! |
Pade na tethi kai, | achat mujne ko din, ah ! | |
2 | Khavaade, suvaade, | aharnish lila bid mahi, |
Piva dori jaaye, | nil shitad ne shaant j nahi. | |
3 | Vadi aatma maanhe, | ajab bharato taajagi vibhu ! |
Chalaave sanmaarge, | nij param naame muj prabhu. | |
4 | Kadi mrutyukhine, vikat, | vasami vaat vicharu, |
Tahi tu saathe che, | man mahi dhari dhairya, na daru. | |
5 | Nihaade shatruo, | muj prati sahu tivra najare, |
Chata maare maate, | prabhu pirasato bhojan khare ! | |
6 | Prabhu ! Te chodyu che, | preetathi mujne attar shire ! |
Ati harshe aaje, | muj hriday pyaalo j ubhare ! | |
7 | Naki aave saathe, | jeevanabhaar krupa, sujanata, |
Prabhuna nivaase, | rahu sukhi sahu kaad vasata. |