110
૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે.
૧ | ખીકાથી તેનું અંગ ભંજાતું, રુધિરની થઈ ધારમ્ | |
સહે છે પીડા એ ભારી રે. | જુઓ. | |
૨ | પાપનો દંડ છે આકારો કેવી, જુઓ જુઓ સહુ કોઈ; | |
માગે દુ:ખ પ્યાસથી વારિ રે. | જુઓ. | |
૩ | બૂમ પાડે છે ઉગ્ર તે કેવી , "મૂકી દીધો કેમ, દેવ?" | |
કહે છે ઈસુ પોકારી રે. | જુઓ. | |
૪ | આપણાં પાપનો બોજ ધરીને, બનીને બદલો આપ; | |
સાધે છે મુક્તિ તે સારી રે. | જુઓ. | |
૫ | પાપ નિવારવા આપ મૂઓ છે, ટાળવા પાપનો શ્રાપ; | |
ઉઘાડવા સ્વર્ગની બારી રે. | જુઓ. | |
૬ | થંભની ઉપર ઊંચો થયો છે, જીવન દેવાને એ; | |
નિહાળજે દષ્ટિએ તારી રે. | જુઓ | |
૭ | રુધિરધાર જે અંગથી વહેતી ધોશો સહુ તુજ પાપ; | |
દેશે સહુ ડાધ વિધારી રે. | જુઓ | |
૮ | પ્રેમ અનુપ ને રે'મનો ભૂપ એ બોલાવે પાપીને પાસ; | |
નિહાળજે દષ્ટિએ તારી રે. | જુઓ |
Phonetic English
1 | Khikaathi tenu ang bhajaatu, rudhirani thai dhaaram | |
Sahe che pidaa ae bhaari re. | Juo. | |
2 | Paapano dand che aakaaro kevi, juo juo sahu koi; | |
Maage dukh pyaasathi vaari re. | Juo. | |
3 | Buum paade che urg te kevi , "Muki didho kem, dev?" | |
Kahe che Isu pokaari re. | Juo. | |
4 | Aapanaa paapano boj dharine, banine badalo aap; | |
Saadhe che mukti te saari re. | Juo. | |
5 | Paap nivaaravaa aap muo che, taadavaa paapano shraap; | |
Ughaadavaa swargani baari re. | Juo. | |
6 | Thambhani upar uucho thayo che, jeevan devaane ae; | |
Nihaadaje dashtiae taari re. | Juo | |
7 | Rudhiradhaar je angathi vaheti dhosho sahu tuj paap; | |
Deshe sahu daadha vidhaari re. | Juo | |
8 | Prem anup ne re'mano bhup ae bolaave paapine paas; | |
Nihaadaje dashtiae taari re. | Juo |