(રાગ : ભીમપલાસ)
|
કર્તા :
|
જે. એસ. પ્રકાશ
|
ટેક:
|
હે યહોવા, તુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર,
|
|
મુજ પર તારી પ્રીતિ અપાર.
|
૧
|
ગઢ મજબૂત અને કિલ્લો મારો,
|
હે પ્રભુ, તું છે તારણહારો,
|
|
શત્રુ સૈન્યથી નમુજને બચાવે,
|
સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે.
|
૨
|
મૃત્યુબંધન ધેરે મુજને,
|
દુષ્ટનાં મોજાં ડરાવો મુજને,
|
|
સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે,
|
આકાશનામી નીચે ઊતરજે.
|
૩
|
તારી પ્રસન્નતા મનમાં રાખું,
|
ન્યાયીપણાનું ફળ હું ચાખું,
|
|
અંતરની પ્રભુ શુદ્ધિ માગે,
|
શુદ્ધ જનો તુજ દર્શન પામે.
|
૪
|
તારા વિધિઓ સન્મુખ રાખું,
|
તારા હુકમો સર્વ હું પાળું,
|
|
દુ:ખી જનને ખચીત બચીત બચાવે,
|
ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે.
|
૫
|
તું છે, યહોવા, દીપક સારો,
|
અંધારામાં છે પ્રકાશ મારો,
|
|
તુજ તેજે સહુ તિમિર હેઠે છે,
|
તુજ ક્રુપાએ વિજય મળે છે.
|