151

From Bhajan Sangrah
Revision as of 02:22, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૫૧ - ઈસુનું સ્તોત્ર== {| |+૧૫૧ - ઈસુનું સ્તોત્ર |- | |સત્તાવીસી છપ્પા, |- | |શર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૧ - ઈસુનું સ્તોત્ર

૧૫૧ - ઈસુનું સ્તોત્ર
સત્તાવીસી છપ્પા,
શરણાગત
કર્તા: જે. વી. એસ. ટેલર.
ઈસુ ત્રાતા, તારક મોટા, ઈસ્વરના અવતાર,
તારે રક્તે તેં કીધો છે, માનવનો ઉદ્ધાર;
તેં જીવાર્પણ કરતાં કીધો પાપ તણો પરિહાર,
અમૂલ્ય દાન કરી તું ઠર્યો ખંડણીનો ભરનાર;
કે અમ ચોક્ખી ચાલે જઈએ જાણીને ઉપકાર,
ને દિન સંધા સીધાં રહિયે પામીને આધાર.
એવા તારકને મહિમાએ કરિયે સર્વ કામ,
અંધા તારેલાંને સંગે સ્તવિયે તેનું નામ.
અમ કાજે તો તેણે દીધું કેવું મોટું દામ,
એ અંભારી સેવા કરિયે કીર્તનથી સહુ ઠામ.
જ્યાં લગ રહિયે ભૂતળ વાસે નહિ તજિયે મન હામ,
ઈસુ ત્રાતાના કર્યાથી ચઢિયે માનવ ઘામ.
સૌ લોકોનો નાારક વેરી ઈચ્છે માનવ ઘાત,
પણ તેના તો ક્રૂરપણાથી તારે ઈસુ નાથ.
ખ્રિસ્ત કદી પોતે પાળે સેવકને દિન રાત.
પાસે રહીને પોતે પાળે સેવકને દિન રાત.
જગરૂપી વન થઈને જાતાં તે રહેશે અમ સાથ,
પાર થતાં લગ પોષણ કરતાં સર્વ સધાવે વાત.
હે ઈસુ, તુજ પાસે રહે છે બેધારી તરવાર,
તેનાથી તો તું કરવાનો દ્વેષકનો સંહાર;
માટે તારા સંત ન બીશે મારથી કોઈ પ્રકાર,
તેઓ તારી સોડે રહેતાં નહિ ખસશે કોવાર.
ઈસુ, હમણાં જોર જણાવી આજ અમોને તાર,
બેડી તોડી, ઉર હર્ખાવી, ધજા ધરાવ સહુ ઠાર.