૧
|
રે જેના મેળાપથી મુજ દિલ છે હર્ષિત, ને શોકમાં યાદ આવે જેનું નામ;
|
|
પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ.
|
૨
|
રે કહેજે, પ્રિય ભરવાડ, ક્યાં ઘેટાંની સુંગ, તું દર્શાવ છે તારો પ્રેમ?
|
|
કે મિષ્ટ પ્રીતિભોજન ને પામું ઉમંગ; મોતના ખાડામાં કષ્ટ પામું કેમ?
|
૩
|
રે તુજથી દૂર રહીને કેમ ભોગવું હું ત્રાસ, ને ભૂખનો સંભળાવું પોકાર?
|
|
મુજ આંસુ જોઈ શત્રુ હર્ખાય ચોપાસ, અને મારે ક્રૂર મે'ણાંનો માર.
|
૪.
|
રે સિયોનની પુત્રી, તું કહે મને કહે, શું જોયું ઇસ્રાએલનું અજવાળ?
|
|
તુજ તુંબુની માંય પ્રભુ રહ્યો ક્યારે? ને ટોળું દોરી ક્યાં ગયો હાલ?
|
૫.
|
તે દષિત કરે તો આકાશવાશી જણ, હજારો જૂથ પામે આનંદ;
|
|
તેના શબ્દની રાહ જુએ દૂતો અગાણ, અને સ્વરથી થાય સૃષ્ટિ પ્રસન્ન.
|
૬.
|
પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર!
|
|
મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર!
|