|
(રાગ મિશ્ર દરબારી.
|
|
તાલ : કેહરવા)
|
|
કર્તા : સી. એમ. જસ્ટીન
|
ટેક :
|
ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાગતને આજ,
|
|
|
ઉગારો, શરણાગતને આજ.
|
|
ઓ પ્રભુ અમારાં, બાળ તમારાં, નવ કરશો નારાજ,
|
|
અમોને નવ કરશો નારાજ.
|
૧
|
આશિષો સૌ છે તમ પાસે,
|
કૃપા તમારીથી ઉગરાશે,
|
|
પાપ અમારાં માફ કરીને,
|
શુદ્ધ કરો મન આજ....
|
|
|
|
|
ઓ પ્રભુ.
|
૨
|
દેવ તણા હલવાન તમે છો,
|
વચન તમારાં પૂર્ણ કરો છો,
|
|
રક્ત તણો છંટકાવ કરીને,
|
શુદ્ધ કરો હમણાં જ....
|
|
|
|
|
ઓ પ્રભુ.
|
૩
|
મંડળ તમારું મંદિર માંહે,
|
રહે ન કોઈ તમ વિણ ત્યાંયે,
|
|
પવિત્રતાનાં દ્વાર ઉઘાડો,
|
કરગરીએ મહારાજ....
|
|
|
|
|
ઓ પ્રભુ.
|
૪
|
આશિષો પર આશિષ દઈને,
|
શેતાની બળ દાબી દઈને,
|
|
સ્વર્ગ તણાં વચનો સંભળાવી,
|
પ્રસરાવો તમ રાજ....
|
|
|
|
|
ઓ પ્રભુ.
|