41

From Bhajan Sangrah
Revision as of 22:04, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૪૧ - રવિવાર== {| |+૪૧ - રવિવાર |- | |ગરબી |- |કર્તા : |કા. મા. રત્નગ્રાહી |- |ટેક : |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૧ - રવિવાર

૪૧ - રવિવાર
ગરબી
કર્તા : કા. મા. રત્નગ્રાહી
ટેક : શુભ દિન આદિતવાર, આનંદકાર ઘણો છે;
હેત હૈયામાં વિચાર, આ દિન પર્ભુ તણો છે.
કબર ઉપર વિજય પામી, થયો સજીવન આપણો સ્વામી;
મૃત્યુ તણું દુ:ખ વામી, આનંદકાર ઘણો છે.શુભ.
ત્રાતાનો વિજયી પ્રેમ સંભારી, સ્તુતિ કરી બહુ થઈએ આભારી;
રાખવી રીત આસારી, આનંદકાર ઘણો છે.શુભ.
આ દિને ઈશ્વરમંદિરે જઈએ, ભક્તિના કાર્યમાં સામેલ થઈએ
શિક્ષણ શાસ્ત્રનું લઈએ, આનંદકાર ઘણો છે. શુભ.
સંસારી કામથી નિવૃત્તિ લીજે, શાસ્ત્રકથામૃત પાન જ કીજે;
જેથી પ્રભુજી રીઝે, આનંદકાર ઘણો છે. શુભ.
પ્રભુ તણો આ દિન છે સારો, સદાના વિશ્રામનો એ ઈશારો;
શુભ રીતે તે વિચારો, આનંદકાર ઘણો છે. શુભ.