29
૨૯ – સવારનું ગીત
ટેક : | દેવ દાતારને સ્તોત્રથી માનજો, લોક ભૂચક્રના સર્વ વાસી. |
૧ | હેત રાખી ઘણું ચેતજે, જીવ, તું, જાગતાં ઊઠજે સૂર્ય સાથે; |
કામની શરતમાં દોડવા માંડજે, સુસ્તીને ત્યાગજે વાતે.દેવ. | |
૨ | ઈશનાં કીર્તનો ગુંજ્જે ભોરમાં, ભકિતથી જાગજે એ જ વેળા; |
ધર્મની વાતને ઝાલ દઢતા થકી, દુષ્ટની વાતેને માર ઠેલા.દેવ. | |
૩ | ઈશ્વરે રાતમાં પૂર્ણ સંભારતાં, જીવ કીધો ઘણો આજ તાજો; |
એમ તો મોતની ઊંઘથી જાગતાં અમર ઉઠાડશે જીવ સાજો.દેવ. | |
૪ | જાગતાં પ્રાર્થના, હે યહોવા, કરું, બૂમ સુણી મને અર્થ આપો; |
તાપથી ભોરનો ઓસ જેવો બળે, તેમ મારાં બળે સર્વ પાપો.દેવ. |