28
૨૮ – સવારનું ગીત
૧ | રાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વરનો આભાર |
તેણે રાક્યો આખી રાત, ને દેખાડયું છે પ્રભાત. | |
૨ | નમીને કરું સ્તુતિ, માગું દયા તુજ થકી |
પાસે રહેજે, પ્રભુ, આજ, શત્રુ ન બગાડે કાજ. | |
૩ | કૃપા માર પર્ તું કર, તારો પ્રેમ મારાંમાં ભર |
પાપથી રાખજે મને દૂર, શુદ્ધ કરીને મારું ઉર. | |
૪ | દુષ્ટાનું બળ દબાવ, સત્યતાનું જોર મનાવ
પાપી છે આ મારી જાત, પાપ લલચાવ દિન ને રાત. |
૫ | માટે મુજમાં નથી બળ, થતાં નથી સારાં ફળ |
મારાથી કશું ન થાય, આપજે તું મને સહાય. | |
૬ | તારે છાંયે હું ચાલીશ, તારી પાસે હું રહીશ |
આજનું સૌ ચલાવજે કામ, સાચામાં ઠરાવજે હામ. | |
૭ | આજ ન આવે કઈ સંતાપ, પ્રભુ તું છે મારો બાપ |
ખ્રિસ્તને નામે માગું છું, તેનું પુણ્ય માનું છું. |