517

From Bhajan Sangrah
Revision as of 04:17, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૧૭ - નિર્વિકાર ઈસુ == {| |+૫૧૭ - નિર્વિકાર ઈસુ |- | |આજ ને કાલ ને સર્વદા કા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૧૭ - નિર્વિકાર ઈસુ

૫૧૭ - નિર્વિકાર ઈસુ
આજ ને કાલ ને સર્વદા કાળમાં
ખ્રિસ્ત તો તેહનો તે રહે છે;
સર્વ કંઈ જાય ને સર્વ પલટાય, પણ
ખ્રિસ્ત તો ત્યાંહનો ત્યાં રહે છે;
ધન્ય છે નામ એ, ધન્ય છે કામ એ
સર્વમાં સર્વદા ખ્રિસ્ત કેરું;
પ્રીતિથી, ભક્તિથી, હર્ષથી, સુખથી
સર્વમાં હું સદા ખ્રિસ્ત પ્હેરું.