400
૪૦૦ - હોડી હંકારો
કર્તા: ગેર્શોમ એસ. દાસ | ||
૧ | હોડી હંકારો, નાવિક, મારી, જવું છે પેલે પાર આશા તમારી | |
....હોડી. | ||
૨ | આણી પેરનું નહિ ધામ અમારું, પેલી મેરનું ખરું સુખ દેનારું | |
....હોડી. | ||
૩ | ઝોલાં ખાએ છે નાવ અતિ હ્યાં, માર્ગ સૂઝે નહિ મારે જવું કયાં | |
....હોડી. | ||
૪ | હળવે હંકારો પાર ઉતારો, જળે સતાવે પવન ધુતારો | |
....હોડી. | ||
૫ | જળચર પ્રાણી જળમાં વસે છે, દેખી મુજ નાવ તે સામે ધસે છે | |
....હોડી. | ||
૬ | ખડકો અતિ મહીં છૂપા રહ્યા છે, કંઈક નાવોના ત્યાં ભૂકા થયા છે | |
....હોડી. | ||
૭ | નાવિક ખરો પ્રભુ ઈસુ તું મારો, ભવસાગરમાં દો સૌને સહારો | |
....હોડી. |