૧
|
જે હાથ પૂર્વ શક્તિમાન હતો, રોગી તણા રોગ પ્રેમે હરતો;
|
|
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે.
|
|
૨
|
હે હાથથી આંધળાં જોઈ શક્યાં, લૂલાં હર્ખે કૂદતાં ઘેર ગયાં,
|
|
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે;
|
|
૩
|
હે હાથથી મૃત જીવંત થયાં, જે હાથથી કુષ્ટ રોગો જ ગયા,
|
|
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે.
|
|
૪
|
હે હાથથી તાવ ને દુ:ખ ગયાં, જે હાથથી ક્ષુધિત તૃપ્ત થયા,
|
|
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે.
|
|
૫
|
રે તે જ હાથે સ્પર્શ તું કરજે, વ્યાધિ બધા તું દયાથી હરજે,
|
|
રે તે જ હાથે ફરી જીવન દે; રે તે જ હાથે ફરી તારણ દે.
|