495
૪૯૫ - બાળકનો તારણહાર ઈસુ
૧ | ઈસુ જે બાળનો તારણહાર, જનમ્યો ગભાણે નાતાલને વાર, |
રે તેની પ્રીતિ અનંત ને અપાર, અવતર્યો મારે કાજ ! | |
૨ | ઈસુ જે બાળનો તારણહાર, તે વધસ્તંભે થયો છે મરનાર, |
રે તેની પ્રીતિ અનંત ને અપાર, મર્યો તે મારે કાજ ! | |
૩ | ઈસુ જે બાળનો તારણહાર, ઊઠીને નીકળ્યો કબરની બહાર, |
રે તેની પ્રીતિ અનંત ને અપાર, ઊઠયો છે મારે કાજ ! | |
૪ | ઈસુ જે બાળનો તારણહાર, સ્વર્ગે ચઢી કરે નિત્ય ઉદ્ધાર, |
રે તેની પ્રીતિ અનંત ને અપાર, જીવે છે મારે કાજ ! | |
૫ | ઈસુ જે બાળનો તારણહાર, સ્વર્ગેથી પાછો છે તે ઊતરનાર, |
રે તેની પ્રીતિ અનંત ને અપાર, આવશે તે મારે કાજ ! |