490

From Bhajan Sangrah
Revision as of 03:32, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૯૦ - ઈસુ જેવો હું થઉં == {| |+૪૯૦ - ઈસુ જેવો હું થઉં |- |૧ |ઈસુ જેવો હું થઉં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૯૦ - ઈસુ જેવો હું થઉં

૪૯૦ - ઈસુ જેવો હું થઉં
ઈસુ જેવો હું થઉં, સાલસ, નમ્ર, દયાળ;
ક્રોધતણો તે શબ્દ પણ નવ બોલ્યો કો કાળ.
ઈસુ જેવો હું થઉં, ભક્તિ કરે દિનરાત;
પહાડો પર તે એકલો મળે પિતાની સાથ.
ઈસુ જેવો હું થઉં, ક્ષમા કરે અપરાધ;
સતાવનારા પર કદી ન કરે સામો વાદ.
ઈસુ જેવો હું થઉં, પરદુ:ખ ભંજનહાર;
બની શકે તેવું કરી, કાઢું દુ:ખનો ભાર.