476
૪૭૬ - ઈશ્વર દયાળુ છે ?
૧ | વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ |
કે મુજ થાય પિતા તે પ્રેમી, ને સ્નેહી કરુણાળ ! | |
રંક ધણું તો બાળક હું છું, તે છે ઊંચ અપાર, | |
મેઘ, ગગન ને જળ, થળ, વાયુ, વિશ્વ તણો કરનાર. | |
૨ | સહુનો ભૂપ, પિતા તું મારો, હું તો તારું બાળ, |
પૂર્ણ પ્રયત્ને આજ્ઞા પાળું નમ્ર રહી સહુ કાળ, | |
ચાલે, કામે, વાચ, વિચારે માનું તારી વાત, | |
એ જ નિયમ હું નિશદિન તાકું, ભાવ ધરી મન સાથ. |