|
( રાગ: અય નવ જવાન, વીરતાકી હૈ કસોટી આજ. )
|
|
કર્તા: રોબર્ટ પલ્ટનવાલા
|
|
૧
|
ખ્રિસ્તી નવયુવાન, તારી આવી કસોટી આજ,
|
|
આ જગત મહીં ફેલાવવા ખ્રિસ્ત તણું રાજ.
|
|
મુસીબતો સુમાર્ગપંથે વેઠવી પડે ઘણી,
|
|
નિશ્વે મારગ એ જ છે આશા તારણ તણી,
|
|
ત્યાગે સૌ ઈસુને કાજ તો મળે અવિનાશી તાજ.
|
|
૨
|
ખ્રિસ્તી કહેતાં તું કદી શરમાતો ના જરા,
|
|
ધર્મ કાજ જો જાય જાન તો ડરતો ના કદા.
|
|
સ્વર્ગનો વૈભવ છોડીને જે મૂઓ તારે કાજ,
|
|
જગમાં રહીને શું કીધું તેં એવા ઈસુ માટ ?
|
|
૩
|
કરે જો સ્વાર્પણ હોંસથી ઈશ નામે વિશ્વમાં,
|
|
મળશે તુજને અતિ ગણું ખચીત સ્વર્ગમાં.
|
|
સુવાર્તા પ્રચાર કાજે પાછળ પડતો ના,
|
|
ફરજ પ્રથમ માનીને આગળ વધતો જા.
|
|
દસે દિશે ગજાવ નામ ઈસુ પ્રભુનું આજ.
|